Friday 22 June 2018

Geogebra Softaware દ્વારા નળાકારનું ઘનફળ- એનિમેશન દ્વારા


મિત્રો
અમારી શાળાના ધોરણ -૮ ના બાળકો હડિયલ તુલસી, રાજપુત ભોલા અને હડિયલ મયુર પરબતભાઇ એ Geogebra Softaware દ્વારા ગણિત મા આવતા ઘનફળમા નળાકારના ઘનફળ શોધવા માટે એક સરસ એનિમેશન બનાવેલ છે જે અહિ બ્લોગમા મુકી રહ્યો છુ.
અહિ આપવામા આવેલ એનિમેશનમા તમે જોશો કે જમણી બાજુ એક નળાકાર આપેલ છે અને ડાબી બાજુ તેનું ઘનફળ શોધવા માટેના કંટ્રોલ્સ આપવામા આવ્યા છે. અહિ સ્લાઇડરનો ઉપયોગ કરી તમે નળાકારની ત્રિજ્યા અને ઉંચાઇ બદલી શકશો. તમે જે ઉંચાઇ અને ત્રિજ્યા પસંદ કરશો એ મુજબ નળાકારના ઘનફળમા ઓટોમેટિક ગણતરી દ્વારા સુધારો થયેલ જોવા મળશે. આ ઉપરાંત નીચે Start અને  Reset બટન આપવામા આવ્યા છે. સ્ટાર્ટ બટન પર ક્લિક કરતા એનિમેશન શરુ થશે અને રિસેટ બટન પર ક્લિક કરતા નળાકારની ઉંચાઇ ઝીરો થઇ જશે.આમ અહિ એનિમેશન દ્વારા નળાકારના ઘનફળ વિશે આપણે સરળતાથી માહિતિ એનિમેશન સાથે મેળવી શકીએ છીએ. 

No comments:

Post a Comment