સુવિધા


અમારી શાળા આમ તો બહુ જુની છે જેમા ચાર રુમ ૧૯૩૯મા બાંધવામા આવેલા છે તેમજ અન્ય ૮ રુમ અલગ અલગ સમયાંતરે બાંધવામા આવ્યા છે એટલે આમ શાળામા કુલ ૧૨ વર્ગખંડો છે. જેમા ચાર વર્ગખંડો નળિયાવાળા અને ૮ વર્ગખંડો પાક્કી છતવાળા છે.શાળાના મેદાનમા લીમડા-૦૩,કરેણ-૦૨,આવળ-૦૧ અને  ફુલછોડ-૦૪ એમ જુદી જુદી વનસ્પતીઓ આવેલી છે.
 

 અમારી શાળામા કુમાર અને કન્યાઓ માટે ૬ અલગ અલગ સેનિટેશનની સુવિધા ઉપલબ્ધ છે. શાળામા જ બાળકોને પૌષ્ટિક ભોજન મળી રહે તે માટે શાળામા મધ્યાહન ભોજનની સુવિધા છે જેના માટે અલગ મધ્યાહન ભોજન શેડ બનાવવામા આવ્યો છે. 

શાળામા બાળકોને અભ્યાસ સાથે ઇત્તર વાંચનનો મહાવરો મળી રહે તે માટે એક પુસ્તકાલય પણ છે જેમા અલગ અલગ આશરે ૫૦૦૦ જેટલા બાળ લક્ષી પુસ્તકો ઉપલબ્ધ છે.આ પુસ્તકાલયના તમામ પુસ્તકો બાળકોને વાંચવા આપવા અને પરત લેવા જેવા તમામ વહિવટ બાળકો દ્વારા જ કરવામા આવે છે. 

શાળામા બાળકોને વિજ્ઞાન પ્રત્યે અભિરુચિ વધે એ માટે એક પ્રયોગ શાળા પણ ઉપલબ્ધ છે જેમા વિજ્ઞાનના જુદા જુદા સાધનો આવેલા છે સાથે સાથે ગણિતની ગમ્મત માટેના પણ સાધનો ઉપલબ્ધ છે. 

શાળામા ધોરણ ૧ થી ૪ મા નાના નાના ભુલકાઓ માટે ડેસ્કની સુવિધા છે તેમજ ધોરણ ૫ થી ૮મા બેંચની વ્યવસ્થા કરવામા આવેલ છે. ધોરણ ૧ અને ૨ મા પ્રજ્ઞા અભિગમથી શિક્ષણ કાર્ય ચાલે છે તેમજ ધોરણ ૪ અને ૫મા સામાન્ય શિક્ષણ પધ્ધતિથી જ્યારે ધોરણ ૫ થી ૮મા પિરિયડ પધ્ધતિથી શિક્ષણ કાર્ય કરાવવામા આવે છે. 


શાળામાં બાલા અંતર્ગત કેલેન્ડરની સમજ, એ.બી.સી.ડી ની રમત,  કક્કાની રમત દ્વારા શિક્ષણ અને  ગણિત શિક્ષણ આપવામાં આવે છે.આ ઉપરાંત ધોરણ-૧ અને ૨ મા વર્ગખંડમા સાપસીડીની લાદી કલરથી બનાવી રમત દ્વારા શિક્ષણ આપવામા આવે છે તેમજ વર્ગખંડની અંદર જ ગ્રામ્ય રમતો દોરેલી છે જેથી બાળકો આનંદ સાથે રમતા રમતા ભણી શકે.
શાળાની દિવાલો પર ભુગોળ શીખવા માટે અલગ અલગ નકશાઓનુ નિર્માણ શાળાના શિક્ષક દ્વારા કરવામા આવ્યુ છે.


લોક સહયોગ

મોવાણ ગામના તમામ ગામ લોકો દ્વારા પ્રાથમિક શાળામા એક વર્ગખંડને ડિઝિટલ સ્માર્ટ ક્લાસમા રુપાંતરિત કરવા માટે રુ.૩૮૦૦૦નુ  શિક્ષણમાં દાન મળેલ છે. 

આ ક્લાસમા ઇંટર-એક્ટિવ વ્હાઇટ બોર્ડ અને ઇંટરનેટના ઉપયોગથી શિક્ષણ કાર્યની શરુઆત થઇ. આમ સમગ્ર દેવભુમી દ્વારકા અને જામનગર જિલ્લામા અમારી શાળા એવી પ્રથમ સરકારી પ્રાથમિક શાળા બની જેમા ડિઝિટલ સ્માર્ટ ક્લાસ હોય.


આ ઉપરાંત શાળામા સરકાર દ્વારા જ્ઞાનકુંજ પ્રોજેક્ટ અંતર્ગત અન્ય ૨ રુમ મળેલા છે જેમા ઇંટર-એક્ટિવ વ્હાઇટ બોર્ડ અને ઇંટરનેટની સુવીધા ઉપલબ્ધ છે.આમ અમારી શાળામા કુલ ૩ સ્માર્ટ ક્લાસ આવેલા છે જે સમગ્ર જિલ્લામા એક માત્ર અમારી શાળામા જ આવી સુવિધા ઉપલબ્ધ છે. 
            
આ ઉપરાંત 
ગામના નાગરિકો દ્વારા ૨૬મી જન્યુઆરી અને સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લેનાર તમામ બાળકોને ઇનામ,ભેટ સોગાત વ્યવસ્થા.
ગામના નાગરિકો દ્વારાખુબજ નિ:સ્વાર્થસહકારથી શાળાનો વિકાસ. અવાર નવાર શાળાના બાળકોને તિથિ ભોજન આપવામા આવે છે. 

ટેબ્લેટ દ્વારા શિક્ષણ કાર્ય....

શાળામા બાળકો ટેકનોલોજીના માધ્યમથી શિક્ષણ મેળવી શકે એ માટે સરકારશ્રી દ્વારા બાળકો માટે ૫૦ ટેબ્લેટ આપવામા આવ્યા છે જેનો બાળકો શિક્ષણ કાર્યમા ભરપુર ઉપયોગ કરે છે.               
  
શાળાની વિશેષતાઓ.........

 1. ત્રણ વર્ગમાં INTER ACTIVE BOARDથી શિક્ષણ
 2. અદ્યતન TECHNOLOGY થકી શિક્ષણ વ્યવસ્થા...
 3. બાળકોને રમવા માટે મેદાન.....
 4.  E-CONTENT સોફ્ટ્વેર દ્વારા  શિક્ષણ વ્યવસ્થા....
 5. જાતે નિર્માણ કરેલ એકમ કસોટી દ્વારા  પરિક્ષા વ્યવસ્થા....
 6. રાજ્ય  પારિતોષિક વિજેતા શિક્ષક...
 7. શ્રેષ્ઠ ઇનોવેટર શિક્ષક.....
 8. ગ્રામ્ય  પ્રકૃતિમય વાતાવારણ...
 9. દિકરીઓ માટે અલગ સેનિટેશનની વ્યવસ્થા.... 
શાળામાં ICT નો ઉપયોગ
શાળામાં કમ્પ્યુટર નો મહદઅંશે ઉપયોગ થાય છે.
ડિઝિટલ સ્માર્ટ ક્લાસ થકી શિક્ષણ.
શાળાના કમ્પ્યુટરમા ઇંટેરનેટ કનેક્ટિવીટી થી જોડાણ.
E-CONTENT  સોફ્ટ્વેર થકી ૫ થી ૮ માં શિક્ષણ વ્યવસ્થા
  અને દરેક એક્મ પછી ઓનલાઇન કસોટી અને તરત
   પરિણામની વ્યવસ્થા.
૫ થી ૮ના તમામ બાળકોને  કમ્પ્યુટર શિક્ષણ.
દુરવર્તી શિક્ષણ કાર્યક્રમ થકી શિક્ષણ.
BISAG અંતર્ગત  શિક્ષણ.
વિજ્ઞાન ટેકનોલોજી અને સામાજિક વિજ્ઞાન જેવા  
    વિષયોના જાતે વિડિયોનુ નિર્માણ કરવામા આવે છે
   અને બાળકોને તેનુ નિદર્શન કરાવવામા આવે છે

શાળામાં શૈક્ષણિક નાવિન્યપૂર્ણ પ્રવૃત્તિઓ

·       પ્રાર્થના સંમેલન.          *  નકશાપુર્તિ /વાંચન               * ચિત્રકામ.
·       વ્યાયામ / યોગ.          *  અંક બનાવવા.            * કાગળકામ.
·       દૈનિક રમતો.              *  શૈક્ષણિક ચાર્ટ બનાવવા.   * ઘડિયાગાન.
·       શ્રુત લેખન.               * પર્ણપોથી.                 
·       પુંઠાં કામ.                 * બાળગીતો.
·       માટી કામ.                * અભિનયગીત.
·       પ્રશ્નોત્તરી ધોરણ ૧ થી ૮  * નાટ્ય પ્રવૃત્તિ
·       શૈક્ષણિક નમુના.           * અનુલેખન.
·       પ્રયોગ કરવા.             *સ્વનિર્મિત સાધનો.

શાળામાં થતી સહઅભ્યાસિકપ્રવૃત્તિઓ
·        શૈક્ષણિક મુલાકાતો.           * ક્વિઝ હરિફાઇ.        

·        પ્રવાસ પર્યટન.              * સ્વયં શિક્ષકદિન.               * ધાર્મિક તહેવાર.
·        વાલી સંમેલન.              * રાષ્ટ્રિય તહેવાર ઉજવણી.
·        વર્ગ સુશોભન.               * ગુણ દર્શન.                     * વૃક્ષારોપણ કાર્યક્રમ.
·        આનંદમેળો.                  * શાળા  સફાઇ.                 
·        બાળમેળો.                    * હેલ્થકોર્નર.                     * શાળા પ્રવેશોત્સવ.
·        લાઇફ સ્કિલ મેળો.            * વિષય મંડળો.                  * વાર્ષિકોત્સવ ઉજવણી.
·        વિવિધ સ્પર્ધાઓ.            * વકૃત્વસ્પર્ધા.                    * આજ્નો દિપક.
·        શેરી નાટકો.                  * ગ્રામ સફાઇ.                    * આજ્નું ગુલાબ.
·        સાંસ્કૃતિક નાટકો.             * વિશિષ્ઠ દિનની ઉજવણી.      *  સમાચાર વાંચન.
·        રમત-ગમત સ્પર્ધાઓ.       * પુસ્તક વિતરણ.               
        * બાલ સંસદની ચુટ્ણી.             * પ્રભાત ફેરી.   

2 comments:

 1. Bhai vah.... Ati sundar... Adbhut kary... Khub j saras banavyu che... Aasha rakhu k Gujarat na sixan ne badlva ma tmaru yogdan these. Congratulations.

  ReplyDelete