બાળ સંસદ


બાળકોમા પ્રાથમિક શાળામાથી જ લોકશાહીના મુલ્યો ખીલે અને શાળાનુ બાળ લક્ષી તમામ સંચાલન બાળકો દ્વારા થાય એ માટે શાળા કક્ષાએ 'બાળ સંસદ'ની રચના કરવામા આવેલ છે. લોકશાહીની ઢબે શાળાના દરેક બાળકના અમુલ્ય મત દ્વારા જુદા જુદા ખાતાઓમા અલગ અલગ સભ્યો ચુંટવામા આવ્યા.

શાળા કક્ષાએ બાળ સંસદની ચુંટણી કરવી આમ તો અમારા માટે એક મોટો પડકાર હતો કેમ કે શાળાના બાળકોની સંખ્યા ૨૪૦ની આસપાસ છે એટલે તમામ બાળકો માટે બેલેટપત્ર તૈયાર કરવા અને તેની પ્રિંટ કાઢી પછી મતદાન કરાવવુ અને અંતે એક એક ઉમેદવારની મતની મેન્યુઅલી મતગણતરી કરવી એ ખુબ લાંબી પ્રક્રિયા હતી. પણ અમારી શાળાએ આ માટે ટેકનોલોજીનો સહારો લીધો અને એક પણ પ્રિંટ કર્યા વગર જ આ ચુંટણીનુ સરસ મજાનુ આયોજન કરવામા આવ્યુ.એટલુ જ નહિ પરંતુ આ ચુંટણીનુ પરિણામ માત્ર એક જ ક્લિક વડે જાહેર કરવામા આવ્યુ.

દરેક ખાતા મુજબ અલગ અલગ ઉમેદવારની ઓનલાઇન પધ્ધ્તિથી મતદાન દ્વારા આ ચુંટણી પુર્ણ કરવામા આવી આ ઉપરાંત મતકુટીરમા એક લેપટોપ રાખવામા આવ્યુ જેમા ધોરણ ૧ થી ૮ના તમામ બાળકો અને શાળાના તમામ શિક્ષકોએ ક્લિક કરીને પોતાનો મત જે તે ઉમેદવારને આપ્યો.

અમારી આ બાળ સંસદની બીજી વિશેષતા એ હતી કે અમારી આ આખી ચુંટણી પ્રક્રિયાને યુટ્યુબના માધ્યમથી લાઇવ ટેલીકાસ્ટ કરવામા આવી હતી અને સાથે સાથે આ ચુંટણીની પ્રક્રિયા દેવભૂમિ દ્વારકા જિલ્લાના શિક્ષણાધિકારીશ્રી પોતાની ઓફિસમા બેઠા બેઠા જોઇ શકે અને અમારી શાળાના બાળકો સાથે લાઇવ સંવાદ કરી શકે એવી પણ વ્યવસ્થા કરવામા આવી હતી. આ સાથે જુનાગઢ જિલ્લામાથી માધ્યમિક શાળાના શિક્ષક શ્રી બલદેવ પરી સાહેબ પણ અમારી આ બાળ સંસદની ચુંટણીમા લાઇવ જોડાયા હતા અને બાળકો સાથે લાઇવ સંવાદ કર્યો હતો.

આમ ટેકનોલોજીના માધ્યમથી અમારી શાળામા બાળ સંસદની ચુંટણીનુ જે આયોજન થયુ એવુ આયોજન સમગ્ર ગુજરાતમા પ્રથમ વાર થયુ હશે. આભાર તમામ મિત્રોનો જેવો પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે અમારી શાળાના આ લોકશાહીના પર્વમા જોડાયા.

અહિ નીચે ચિત્રોમા અમારી શાળાના બાળ સંસદમા જોડાયેલ તમામ ઉમેદવારોની યાદી અને જુદા જુદા ખાતામા તમામ ઉમેદવારોને મળેલા મતની વિગત આપવામા આવી છે.

૧- અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ 

૨- શિક્ષણ ખાતુ 

૩-સફાઇ અને પાણી ખાતુ 

૪- પ્રાર્થના ખાતુ 

૫- આરોગ્ય ખાતુ 

૬- મધ્યાહન ભોજન ખાતુ 

૭- રમત-ગમત ખાતુ 

૮- સાંસ્કૃતિક/ પ્રવાસ ખાતુ  


અમારી બાળ સંસદની ચુંટણીનો જે તે સમયનો લાઇવ વિડિયો ભાગ-૧  જોવા માટે અહિ ક્લિક કરો

અમારી બાળ સંસદની ચુંટણીનો જે તે સમયનો લાઇવ વિડિયો ભાગ-૨   જોવા માટે અહિ ક્લિક કરો


2 comments: