Thursday 26 April 2018

ધોરણ 1 થી 8મા પ્રવેશ કાર્ય શરૂ છે....

દેવભૂમિ દ્વારકા જિલ્લાની સૌ પ્રથમ ડીઝીટલ સ્માર્ટ કલાસ ધરાવતી સરકારી પ્રાથમિક શાળામાં આપના બાળકને પ્રવેશ અપાવો

Monday 23 April 2018

અમારી શાળાનું બાળકો માટેનું વેકેશનનું હોમવર્ક

આદરણીય વાલીગણ
આ મુજબ આ વેકેશનમાં આપના સંતાન માટે આટલું અવશ્ય કરશો....

આ માહિતી પી.ડી.એફ.મા ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો

Saturday 7 April 2018

ઉડાન ઇ-મેગેઝિન પ્રથમ અંક



મિત્રો ઘણા લાંબા સમયના ઇંતઝાર બાદ આખરે આજે અમે આપની સમક્ષ અમારી શાળાનું ઇ-મેગેઝિન જેનો પ્રથમ અંક રજુ કરી રહ્યા છિએ. આ મેગેઝિન કદાચ ગુજરાતનું પ્રથમ ઇંટરએક્ટિવ પ્રકારનુ મેગેઝિન છે. આ મેગેઝિનમા ઓછા પાનામા વધુને વધુ માહિતિ આપવાનો પ્રયાસ કરવામા આવેલ છે. મેગેઝિનમા આપ જુદા જુદા સિમ્બોલ પર ક્લિક કરશો એટલે જુદી જુદી માહિતિ ખુલશે.


આ મેગેઝિનની વિશેષતાઓ નીચે મુજબ છે. 
૧- આ મેગેઝિન ઇંટરએક્ટિવ પ્રકારનુ છે. 
૨- મેગેઝિનમા પુષ્કળ ચિત્રો સાથે મહિતિ આપવામા આવી છે. 
૩- ગુજરાતનુ પ્રથમ બોલતુ મેગેઝિન છે. 
૪- મેગેઝિનમા ઓડિયો ફાઇલ પણ છે. 
૫- મેગેઝિનમા વિડિયો ફાઇલ સમાયેલી છે. 
૬- મેગેઝિન ફ્લિપ બુક સ્વરુપે આપવામા આવેલ છે. 

આ મેગેઝિન આપ મોબાઇલ અને પીસી બન્નેમા જોઇ શકશો. 

કોમ્પ્યુટરમા આ મેગેઝિન ડાઉનલોડ કરવા માટે અહિ ક્લિક કરો

જો કોમ્પ્યુટરમા  આ મેગેઝિન ઓપન ના થાય તો ઓપન કરવા માટે આપના કોમ્પ્યુટરમા  Flip Reader સોફ્ટવેર  ઇંસ્ટોલ કરશો અને ત્યાર બાદ આ મેગેઝિન ઓપન કરશો 


 Flip Reader સોફ્ટવેર  ડાઉનલોડ કરવા  માટે  અહિ ક્લિક કરો

Thursday 5 April 2018

ધોરણ 8ના બાળકોનો વિદાય કાર્યક્રમ

આજથી 8 વર્ષ પહેલા જેમનું કુમકુમ તિલક દ્વારા શાળામાં સ્વાગત કરવામાં આવ્યું હતું તેઓ તમામ બાળકો પોતાનું ધોરણ 8 નું શિક્ષણ કાર્ય પૂર્ણ કરી શાળામાંથી વિદાય લેવાની તૈયારીમાં છે.આવા બાળકો માટે આજ રોજ શાળા પરિવાર દ્વારા તેમનો વિદાય કાર્યક્રમ રાખ્યો હતો.જેમાં ધો 8ના તમામ બાળકોએ ભાગ લીધો અને 8 વર્ષની ખાટી મીઠી વાતો વાગોળી......આ સાથે સાથે તમામ બાળકો પોતાની શૈક્ષણિક કારકિર્દીમાં સર્વોચ્ચ શિખરો પાર કરે તેવી શાળા પરિવાર વતી શુભેચ્છાઓ પાઠવવામાં આવી.....

આ દિવસને યાદગાર બનાવવા માટે શાળા પરિવાર વતી તમામ બાળકોને પાંવ ભાજીનું સુંદર મજાનું ભોજન પણ કરાવવામાં આવ્યું.....