Thursday, 26 April 2018
Monday, 23 April 2018
અમારી શાળાનું બાળકો માટેનું વેકેશનનું હોમવર્ક
આદરણીય વાલીગણ
આ મુજબ આ વેકેશનમાં આપના સંતાન માટે આટલું અવશ્ય કરશો....
આ માહિતી પી.ડી.એફ.મા ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો
આ મુજબ આ વેકેશનમાં આપના સંતાન માટે આટલું અવશ્ય કરશો....
Saturday, 7 April 2018
ઉડાન ઇ-મેગેઝિન પ્રથમ અંક
મિત્રો ઘણા લાંબા સમયના ઇંતઝાર બાદ આખરે આજે અમે આપની સમક્ષ અમારી શાળાનું ઇ-મેગેઝિન જેનો પ્રથમ અંક રજુ કરી રહ્યા છિએ. આ મેગેઝિન કદાચ ગુજરાતનું પ્રથમ ઇંટરએક્ટિવ પ્રકારનુ મેગેઝિન છે. આ મેગેઝિનમા ઓછા પાનામા વધુને વધુ માહિતિ આપવાનો પ્રયાસ કરવામા આવેલ છે. મેગેઝિનમા આપ જુદા જુદા સિમ્બોલ પર ક્લિક કરશો એટલે જુદી જુદી માહિતિ ખુલશે.
આ મેગેઝિનની વિશેષતાઓ નીચે મુજબ છે.
૧- આ મેગેઝિન ઇંટરએક્ટિવ પ્રકારનુ છે.
૨- મેગેઝિનમા પુષ્કળ ચિત્રો સાથે મહિતિ આપવામા આવી છે.
૩- ગુજરાતનુ પ્રથમ બોલતુ મેગેઝિન છે.
૪- મેગેઝિનમા ઓડિયો ફાઇલ પણ છે.
૫- મેગેઝિનમા વિડિયો ફાઇલ સમાયેલી છે.
૬- મેગેઝિન ફ્લિપ બુક સ્વરુપે આપવામા આવેલ છે.
આ મેગેઝિન આપ મોબાઇલ અને પીસી બન્નેમા જોઇ શકશો.
કોમ્પ્યુટરમા આ મેગેઝિન ડાઉનલોડ કરવા માટે અહિ ક્લિક કરો
જો કોમ્પ્યુટરમા આ મેગેઝિન ઓપન ના થાય તો ઓપન કરવા માટે આપના કોમ્પ્યુટરમા Flip Reader સોફ્ટવેર ઇંસ્ટોલ કરશો અને ત્યાર બાદ આ મેગેઝિન ઓપન કરશો
Thursday, 5 April 2018
ધોરણ 8ના બાળકોનો વિદાય કાર્યક્રમ
આજથી 8 વર્ષ પહેલા જેમનું કુમકુમ તિલક દ્વારા શાળામાં સ્વાગત કરવામાં આવ્યું હતું તેઓ તમામ બાળકો પોતાનું ધોરણ 8 નું શિક્ષણ કાર્ય પૂર્ણ કરી શાળામાંથી વિદાય લેવાની તૈયારીમાં છે.આવા બાળકો માટે આજ રોજ શાળા પરિવાર દ્વારા તેમનો વિદાય કાર્યક્રમ રાખ્યો હતો.જેમાં ધો 8ના તમામ બાળકોએ ભાગ લીધો અને 8 વર્ષની ખાટી મીઠી વાતો વાગોળી......આ સાથે સાથે તમામ બાળકો પોતાની શૈક્ષણિક કારકિર્દીમાં સર્વોચ્ચ શિખરો પાર કરે તેવી શાળા પરિવાર વતી શુભેચ્છાઓ પાઠવવામાં આવી.....
આ દિવસને યાદગાર બનાવવા માટે શાળા પરિવાર વતી તમામ બાળકોને પાંવ ભાજીનું સુંદર મજાનું ભોજન પણ કરાવવામાં આવ્યું.....
આ દિવસને યાદગાર બનાવવા માટે શાળા પરિવાર વતી તમામ બાળકોને પાંવ ભાજીનું સુંદર મજાનું ભોજન પણ કરાવવામાં આવ્યું.....
Subscribe to:
Posts (Atom)